ભારત-જમની વરચ ૧ ૨ સમજૂતીકરાર: આતકવાદ સામ લડવા ભારત-સ્પન સમત

0
- ADVERTISEMENT -

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાન્સ સહિત યુરોપના પ્રવાસે ગયા છે. વડા પ્રધાન ૩૧મી મેએ સ્પેનની મુલાકાત લીધી હતી. ભારત અને સ્પેન આતંકવાદ સામે લડવા માટે હાથ મિલાવ્યા હતા. મોદીએ સ્પેનિશ કપનીઑત્તે ભારતમાં રોકાણ કરવાનું આમંત્રણ આખું હતું.નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રેસિડન્ટ મારિયાનો રાજૉયની ઉપસ્થિતિમાં બ’ત્તે દેશો વચ્ચે ઑર્ગન ટ્રાન્સપ્લાન્ટ, સાયબર સિક્યુરિટી, એનર્જી, સિવિલ એવિયેશન સહિત સાત ક્ષેત્રે કરાર થયા હતા. આ ઉપરાંત એક એમઑયુ ભારતની વિદેશ સેવા સંસ્થા અને સ્પેનની ડિપ્લોમેટિક એકેડેમી વચ્ચે થયો હતો. સાત કરારમાં સજા પામેલા કેદીઓને પોતાના દેશમાં પરત મોકલવાનો પણ સમાવેશ થયો છે.

સ્પેન ભારતમાં રોકાણ કંરનપ્રો ૧૨મો સૌથી મોટો દેશ છે. ભારતમાં ૧૨૦૦ સ્પેનીઝ કંપનીઓ છે. ભારતની ૪૦ કંપનીઓ સ્પેનમાં છે. ૨૦૧૬માં બે દેશો વચ્ચે ૫.૨૭ બિલિયન ડોલરનો વેપાર થયો હતો. મોદીએ સ્પેનની ઇન્ફ્રપ્સ્ટ્રક્ચર, ટુરીઝમ, એનર્જી, ડિફેન્સ ક્ષેત્રની કંપનીઓને ભારતમાં રોકાણની અગ્રિપતા આપવા આહ્વાન કંર્યું હતું અને કં કુ કે ભારતમાં રોકાણ કંરવાનો આ સુવર્ણકાળ છે. ૧૯૮૮ પછી સ્પેનની મુલાકાત લેનારા મોદી પ્રથમ ભારતીય વડા પ્રધાન છે. મોદીએ સ્પેનના રાજા ફિલિપ છઠ્ઠા સાથે પણ મુલાકાત કંરી હતી.

આ અગાઉ ૩૦મી મેએ વડા પ્રધાન મોદીનપ્ જર્મનીના પ્રવાસ દરમિયાન બન્ને દેશો વચ્ચે ૧૨ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાયબર પોલિસી, વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો, શહેરી વિકાસ, કર્મચારીઓને તાલીમ, ડિંજિટલાઇઝેશન, રેલવે સુરક્ષા, વોકૈશનલ ટ્રેનિંગ સહિતનાં ક્ષેત્રોમાં કરાર થયા હતા.

બર્લિનમાં જર્મનીનાં ચાન્સેલર ડો. એન્જેલા મર્કેલ સાથે સંયુકત પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ જણાવ્યું કે આતંકવાદનો સામનો કરવા માનવતાવાદી શક્તિઑએ ભેગા થવું પડશે. એન્જેલા મર્કેલે ક ડુ કે જર્મની ભારતમાં વિવિધ ક્ષેત્રે સહકાર આપતું રહેશે. બન્ને દેશો આતંકવાદને પ્રોત્સાહન આપનારા, મદદ કરનારા, નાણાં આપનારા વિરૂદ્ધ કડક કાર્મવાહી કરવા સંમત થયા હતા. એનએસજીમાં સભ્ય બનવા માટેના ભારતના દપ્વાને સમર્થન આપવા બદલ મોદીએ જર્મનીનો આભાર નાનો હતો.

મોદીએ ક ડુ હતુંક્રે જર્મનીની ફૂટબોલ લીગ બુન્દેસલીગાના ભારતમાં અનેક ચાહકો છે. હાલ ભારતમાં જર્મનીની ૧૬૦૦ કપનીઑ કાર્યરત છે. બર્લિનમાં બોલીવુડની અભિનેત્રી પ્રિયંકપ્ ચોપરાએ પણ મોટી સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકપ્ જર્મનીમાં પોતાની ફિલ્મ ‘બેવોચ’ના પ્રમોશન માટે આવી હતી.

આ અગાઉ બર્લિનમાં મોદીનું ભવ્ય અને પારંપરિક સ્વાગત કરાયું હતું. મોદીના આ પ્રવાસથી જર્મની સાથેના દ્વિપક્ષી સહયોગમાં નવા અઘ્યાયની શરૂઆત થવાની આશા વ્યકત કરાઈ છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)

Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here