કેલિફાનિંયા-ડલાસમા ગુજરાતના ખાણ-ખનીજ મત્રી સહિત પટલનુ સન્માન

0
- ADVERTISEMENT -
Share

ડલાસ/નોર્વોક: ડીએફ્ડબ્લ્બુ ચરોતર લેઉવા પાટીદાર સમાજ તથા ઑએફ્બીજેપીના સંયુકત ઉપક્રમે ૨૦મી મેએ ડલાસમાં સેફ્રોન હાઉસ એડિંસનમાં જાહેર બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે અમેરિકાની મુલાકાતે આવેલા ગુજરાતના ખાણ-ખનીજ અને નાણામંત્રી રોહિતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત ૨ [[ હતા. આ કાર્યક્રમમાં ડલાસના અગ્રગણ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. ચરોતર પાટીદાર સમાજ, ઑએફ્બીજેપી સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ, ડીએફ્ડબ્લયુ સિનિયર સિટિઝન સમાજ, ખડાયતા સમાજ ગુજરાતી સિનિયર સોસાયટી પ્લેનો, ડીએફ્ડબ્લ્ચુ ગુજરાતી સમાજ તથા અન્ય સસ્થાએ હાજરી આપી હતી.

રોહિતભાઈ પટેલે ભારતમા તથા ગુજરાતમા ઉદ્યોગ સ્થાપવા જણાવ્યું હતું. વિશેષરૂપે સરક્ષણ્પ્ને લગતા સાધનો બનાવવા, ઉદ્યોગ સ્થાપવા પર ભાર મૂક્યો હતો. તેમણે એનઆરઆઇના પ્રશ્નો અંગે ચર્ચો કરી હતી આ પ્રસંગે ઉપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજયસભામા એક એનઆરઆઇ પ્રતિનિધિ હોવો જોઈએ તથા ભારતમા થતા નવા કાયદાની જાણ એનઆરઆઇને કરવી જોઈએ તથા આધારકાર્ડ એનઆરઆઇ માટે એમેરિકામાથી નીકળી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. રોહિતભાઈ પટેલની પરિચય પૂર્વાગ પટેલે આખો હતો. ત્યાર પછી રોહિત પટેલે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. આ પછી રાજકોટ ગુરૃફુળ સ્વામિનારાયણ મંદિરની લીધી હતી અને ત્ય…[ સભાને સબંધી હતી. ધીરુભાઈ બાબરિયપ્એ તેમનુ… સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમના સંચાલન માટે ઉપેન્દ્રભાઈ પટેલ, ધનશ્યામભાઈ કકડિંયા, ભરતભાઈ ગજેરા તથા સુભાષ શાહ વગેરૅએ ભારે જહેમત ઉઠાવી હતી.

ડલાસની મુલાકાત પછી ગુજરાત રાજયના ખાણ-ખનિજ અને નાણાં મંત્રાલયના રાજય કક્ષાના મંત્રી તથા આણંદના ધારાસભ્ય રોહિત પટેલે કેલિફોર્નિયાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓનો ભવ્ય સત્કાર સમારંભ ગ્રેટર એલ.એ.ના નોર્વોકસ્થિત સ્વામિનારાયણ મંદિરમાં શુભેશ્છકો દ્વારા યોજાયો હતો.

- ADVERTISEMENT -

તેઓની ધારાસભ્ય બન્યા પછીની આ બીજી અમેરિકા મુલાકાતમાં ભાજપના સ્થાનિક હોદેદારો દ્વારા બુકેથી સન્માનવામાં આવ્યા હતાં. સ્થાનિક પ્રમુખ પી. પાટીલે આવકાર આખો હતો. વડીલ બંધુ પ્રફુલ પટેલ દ્વારા સૌને આવકાર આપવામાં આવ્યો હતો. નટુભાઈ પટેલ દ્વારા ફૂલ-હપ્રથી પહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રોહિતભાઈએ પોતાના વક્તવ્યમા ધારાસભ્ય અને મંત્રીપદ સ્વીકાર્યા પછી તેમના જીવનમાં આવેલા ફેરફારો, સામાજિક સ્થિતિ, રાજકીય સ્થિતિ તથા વર્તમાન સંદર્ભમાં વિવિધ વિષયો પર વિસ્તારપૂર્વક વિગતો દર્શાવી હતી, સાથે સાથે અધિકારીઓ, પ્રજા, અને તેમની વચ્ચે એક રૂપ બનીને પરિસ્થિતિને અનુરૂપ કેવી કાર્યપ્રણાલી અપનાવવી પડે છે તે પણ ઉદાહરણો સહિત સમજાવ્યું હતું.

વિવિધ સંસ્થાના આગેવાનો, ભાજપના કાર્યકરો, પ્રજાજનોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમને માણ્યો હતો. સૌએ પ્રીતિભોજનનો આનંદ માણ્યો હતો.

(માહિતી અને ફોટોસૌજ’યઃ સુભાષ શાહ, ડલાસ, માહિતી: હર્ષદરાય શાહ)